Wednesday, July 22, 2009

"Pag" - Legs

પગ

-યજ્ઞેશ દવે

દોડી રહ્યા છે જે સદીઓથી
ખૂંદી રહ્યા છે ખંડો
આકાશમાં જેણે મૂકી છે દોટ
તે પગ
જંપી જઈ સૂઈ જાય છે તારી સાથે.
* * *
કોઈનાય પાદપંકજ
કે ચરણકમળ
મેં જોયા નથી
મેં તો જોયા છે માત્ર પગ
માત્ર પગ.
* * *
પૂરપાટ દોડતાં દોડતાં
થૈ...થૈ ઊભું દેખાયું એક બાળક
થંભી ગયા પગ.
* * *
સાંજે
કહ્યામાં નથી હોતા મારા પગ.
એકને જવું હોય છે ઘર ભણી
બીજાને આકાશભણી.
.


.

(સમીપે-૧: સપ્ટેમ્બર ૨૦૦૫)

____________________________________________________

visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

Tuesday, July 21, 2009

મંજૂર નથી





કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું.
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું, માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;


- પન્ના નાયક


કવયિત્રી પરીચય :

કવયિત્રીનાં શબ્દો આ ગીત વિશે…

“મારામાં એકીસાથે બે લાગણીઓ સામસામે ટકરાય છે. પ્રેમ આગળ વિવશ થાઉં છું એ કબૂલ પણ હું એક સ્વતંત્ર નારી છું અને મારી સ્ત્રી તરીકેની અસ્મિતા વિલોપવા નથી માંગતી એ પણ દીવા જેવી ચોખ્ખી વાત છે. આવા કોઈ મંથનમાંથી એક ગીત મળ્યું છે. ગીતમાં બુદ્ધિ જેવો શબ્દ નભે કે નહીં એ મને ખબર નથી. મને તો એટલી જ ખબર છે કે મારે જે કહેવું છે એ હું કદાચ કહી શકી છું.”

visit us for grpahics / web / animation related services : www.rajdesigns.com

- Thank You,
Rajesh Barot
(Admin. Head) Mannraj Computers - Jamnagar. (Gujarat)
mannrajcomputers@gmail.com

AAVISH


AAVISH

Jivan ma jindgi banine avish,
Dil ma tamari dhadkan banine avish.
Bhulvani mane na karsho bhul,
Bhulni paloma pan huyad banine avish.
A nayan ma na rakho nafarat,
Nayan ma pan hu tasvir banine avish.
Bhale raho tame mari ankhothi dur,
Milan mate huj swapna banine avish,
Mane bhulvani koshish na karsho,
Bhulvani badhi koshish vyarth jase,
jyare hu aa DUNIYA chhodi daish,
Tyare tamara dil ma
RUDAN BANINE AAVISH.


visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com
----------
Rajesh Barot
(Admin. Head) Mannraj Computers - Jamnagar. (Gujarat)
mannrajcomputers@gmail.com

કોશિશ તો કરો..

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;

સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;

હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .

જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;

પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો.

____________________________________________________________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

અમોને એક છોકરી ગમે છે !

ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !

ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે -
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.

બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.

સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે.

________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

એક હજાર લખોટીઓ


એક દિવસ વહેલી સવારે એક બિઝનેસમૅને પોતાનો રેડિયો ઑન કર્યો.
આમ તો દરરોજ એ એટલો બધો બિઝી (વ્યસ્ત રહેત કે રેડિયો, ટી.વી. કે એવા અન્ય કોઈ મનોરંજનના સાધનોને એના જીવનમા સ્થાન જ નહોતું. રાતદિવએ પોતાના ધંધાના
વિચારોમાં જ ખોવાયેલો રહેતો. એના બાળકો તેમ જ પત્ની એ પણ ભૂલી ગયા હતા કે છેલ્લે
એ લોકોએ જોડે ભોજન ક્યારે લીધું હતું ? પછી ફરવા જવાનો કે પિકનિકનો તો સવાલ જ ક્યાંથી આવે ? એ શનિવારે એણે આમ જ રેડિયો શરૂ કર્યો હતો. ઘરના બાકીના સભ્યો
હજુ સૂતા હતા. જો કે રેડિયો સાવ અમસ્ત તો નહોતો જ શરૂ કર્યો ! હકીકતમાં એ વખતે એણે બહારગામના કોઈ બિઝનેસમૅન જોડે મિટિંગ રાખેલી. કોઈ કારણોસર પેલાની ફ્લાઈટ કેન્સલ
થઈ. એટલે હવે સવારના એ એક કલાકમાં શું કરવું એવી અવઢવમાં જ એણે રેડિયો ઑન કરેલો.

એણે રેડિયો ઑન કર્યો ત્યારે એના પર કોઈ વૃદ્ધ માણસ એક હજાર લખોટીઓની વાત કરી રહ્યો હતો. એ માણસના અવાજમાં અને એની વાતમાં એવું કંઈક હતું કે બિઝનેસમૅનને
ધ્યાનથી સાંભળવાની ઈચ્છા થઈ આવી. એ વૃદ્ધ માણસ રેડિયો પરથી ટોમ નામના
પોતાના કોઈ મિત્રને સંબોધીને કહી રહ્યો હતો કે, ‘ટૉમ ! તું જ્યાં હો ત્યાંથી આ ક્ષણે જો મારી વાત સાંભળી રહ્યો હોય તો હવે પછી હું જે કંઈ કહું છું એના પર બરાબર ધ્યાન આપજે.
હું જાણું છું કે તું ખૂબ જ બિઝી (વ્યસ્ત) રહે છે અને અઢળક પૈસા કમાઈ રહ્યો છે, પરંતુ
તેં એ ક્યારેય વિચાર્યું છે કે એના કારણે તારે તારા ઘર અને કુટુંબથી કેટલો બધો વખત દૂર રહેવું પડે છે ? ઘણોખરો વખત તું બિઝનેસ ટ્રીપ પર જ હો છો. તારા ઘરના આનંદના પ્રસંગોમાં પણ તું ગેરહાજર હો છો. તને યાદ જ હશે કે ગયા અઠવાડિયે તારી દીકરીના નૃત્યના કાર્યક્રમમાં તું હાજરી નહોતો આપી શક્યો, ખરું ને ?’ એ વૃદ્ધે બોલતા બોલતા થોડો વિરામ લીધો. પેલા બિઝનેસમૅનને પણ હવે એની વાતમાં બરાબરનો રસ પડ્યો હતો. થોડુંક
વૉલ્યુમ વધારી એ ધ્યાનથી સાંભળવા લાગ્યો.

રેડિયો પરથી પેલા વૃદ્ધે આગળ કહ્યું, ‘ટૉમ ! મારા ભાઈ ! હું તને એક એવી વાત કહેવા માગું
છું કે જેણે મારી જિંદગી જ બદલી નાખી છે. વાત એમ છે કે એક દિવસ મેં થોડુંક ગણિત માંડી જોયું. પુરુષની સરેરાશ ઉંમર પંચોતેર (75) વરસની હોય છે. જોકે કેટલાક આનાથી વધારે તો વળી કેટલાક ઓછું પણ જીવતા હોય છે, પરંતુ સરેરાશ ઉંમર પંચોતેર વરસની
હોય છે. હવે એ 75ને મેં 52 વડે ગુણી નાખ્યા, કારણ કે એક વરસમાં 52 શનિવાર હોય છે. ગુણાકાર આવ્યો 3900. એટલે કે આટલા શનિવાર સરેરાશ 75 વરસ જીવતા માણસને એની આખી જિંદગી દરમિયાન મળે. (પરદેશમાં શનિવાર સૌથી આનંદનો દિવસ ગણાય છે, કારણ કે એના બીજા દિવસે રજા હોય છે !) જ્યારે મેં આ હિસાબ માંડેલો ત્યારે મારી ઉંમર હતી 55 વરસ ઉપર. એનો અર્થ કે એટલા વખત સુધીમાં હું લગભગ 2900 શનિવાર તો પસાર કરી ગયો હતો ! હવે જો હું 75 વરસ સુધી જ જીવવાનો હોઉં તો મારી પાસે ફક્ત 1000 શનિવાર
બચ્યા હતા ! એનો સાવ સાદો અર્થ એટલો જ કે મારી પાસે આનંદ અને રજાના માત્ર એક હજાર દિવસ જ બચ્યાં હતાં ! મને આઘાત લાગ્યો કારણ કે મારી પાસે મારા કુટુંબ અને મિત્રો સાથે ગાળવાના ફક્ત એટલા જ દિવસો બચ્યા હતા. હું વિચારમાં પડી ગયો. ઘણો વખત વિચાર્યા પછી એ જ દિવસે ગામમાં જઈ, બેચાર સ્ટોરમાં રખડીને હું એક હજાર લખોટીઓ
લઈ આવ્યો. એ લખોટીઓને મારા ટેબલ પર એક કાચની બરણીમાં ગોઠવી દીધી. દર શનિવારે હું એમાંથી એક લખોટી કાઢીને ફેંકી દઉં છું. જેમ જેમ હું એ બરણીને ખાલી થતી જોઉં છું તેમ તેમ મને મારા મિત્રો, સગાંવહાલાં અને કુટુંબીજનો માટે વધારે ને વધારે સમય ફાળવવાની ઈચ્છા થતી જાય છે. અગત્યના અને કરવા જેવાં કામોની મેં યાદી પણ બનાવી
લીધી છે અને હા, તમારી જિંદગીના ઘટતા જતાં દિવસોની સંખ્યા તમને બાકીના દિવસોને
જીવવા જેવા કઈ રીતે બનાવવા એ આપોઆપ સમજાવી દે છે !’

રેડિયો પર એકાદ ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી ફરીથી એ વૃદ્ધનો અવાજ આવ્યો, ‘હા તો ટૉમ ! આજે મારી એ કાચની બરણીમાંથી મેં છેલ્લી લખોટી કાઢી ! મારા દોસ્ત ! આજે મને 75 વરસ પૂરાં થયાં. અત્યારે હું મારી વહાલી પત્ની તેમ જ બાળકોને શહેરના મોટા અને આધુનિક રેસ્ટોરંટમાં નાસ્તો કરવા લઈ જવાનો છું. હવે મારી બરણી ખાલી છે. હવે પછીનો
દરેક શનિવાર મને ભગવાન તરફથી મળેલ ભેટ હશે. હું ખરેખર ખૂબ જ આનંદથી જીવું છું. હું ઈચ્છું કે તું પણ તારા કુટુંબ સાથે આનંદથી જીવી શકે.

- From Himanshu Mody's Mail.
www.missionsujok.com
www.hopehealthinc.com

________________________________________________________________

visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

Wednesday, July 15, 2009

Bicharo (Aaj no..) vidhyarthi ! - Student !!

બાળકો ખભે બોજો લટકાવી સ્કૂલે ઉપડશે!! કૂમળી વયે કેવો અસહ્ય ભાર આ શિક્ષણ-પદ્ધતિનો!

આધુનિકતાની દોડમાં, મોડર્ન એજ્યુકેશન પદ્ધતિના પાપે આપણે બાળકની શી દશા કરી છે, તેનો કરુણ ચિતાર
નીચેની મુક્તપંચિકામાં વ્યક્ત કરું છું.

આમાં હાસ્ય નથી, રમૂજ નથી. કરુણતા છે, નરી કરુણતા!


***

ચશ્મિત આંખે,
ઝૂકેલ ખંધે
બેગ ટિફિન લઈ,
દેહ દોદળો
ઉપડ્યો સ્કૂલે.

*****
... હરીશ દવે ...

_________________________________________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

Tuesday, July 14, 2009

Good one ... for Bapuji - Dad (Father)

વાત્સલ્યમૂર્તિ બાપુજી
.

મમતા પિતૃત્વનો પણ પર્યાય હોઈ શકે તે દર્શાવવા જ ભગવાને અમારા પિતાશ્રીને ઘડ્યા હશે!

પિતાશ્રીને અમે “બાપુજી” કહેતા. બાપુજીએ અમને ખૂબ પ્રેમથી ઉછેર્યાં.

સૌષ્ઠવસભર તામ્ર-ગૌર દેહ, ભરાવદાર લાંબા હાથ, પ્રભાવિત કરતો ચમકદાર ચહેરો અને ખાનદાની નમણું નાક.
તેમનો પહેરવેશ પણ ચીવટભર્યો. દૂધ જેવાં સફેદ ધોતિયું અને ઝભ્ભો. સફેદાઈ માટે પોતાનાં કપડાં જાતે જ ધોવાનો આગ્રહ.

ગઈ સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં બાપુજીનો જન્મ. નાની ઉંમરે આત્મવિશ્વાસ અને કર્મશીલતાની મૂડી લઈને શહેરમાં આવ્યા. ખંત અને નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કુટુંબોનો વિશ્વાસ જીત્યો; ઘરોબો કેળવ્યો; રોજીરોટીની સ્વમાનભેર વ્યવસ્થા કરી અને ગૃહસ્થજીવન સંભાળ્યું.

બાપુજીનો પરિવાર-પ્રેમ બેનમૂન. કુટુંબના વિકાસમાં બાપુજીનું યોગદાન અનોખું. તે જમાનાની ટૂંકા પગારની નોકરી; ટ્યૂશન કરી અધિક આવક ઊભી કરી; ભારે પરિશ્રમ વેઠીને અમારા બાનું “ઘરનું ઘર” વસાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમને ભણાવી-ગણાવી પ્રેમથી ઉછેર્યાં.

બાપુજી વ્યવહાર કુશળ હતા. તેમણે જ્ઞાતિ-સમાજમાં મીઠાશભર્યા સંબંધો નિભાવ્યા. સોસાયટીની સ્થાપનાથી આજીવન મેનેજીંગ કમિટીના સભ્ય રહ્યા. જીવનના પાછલા વર્ષોમાં, નાદુરસ્તીના એક સમયગાળામાં, સમાજ અને સંબંધોના મૂલ્ય પરત્વે તેમને આશંકા થઈ હતી, પરંતુ જેઓએ નિ:સ્વાર્થભાવે સાથ નિભાવ્યો તે પરિચિતો-સંબંધીઓ પર તેમની શ્રદ્ધા ક્યારેય ન ડગી.

બાપુજીએ અમને પ્રેમમય કુટુંબની સુરક્ષા અને હૂંફ આપ્યાં. બા-બાપુજીના પ્રસન્નદાંપત્યની છાયામાં અમારા બાળપણની કૂંપળોનું સ્નેહ-સિંચન થયું. અમારી સાથે કૂણો માખણ જેવો, હેતે નીતરતો વ્યવહાર. ગુસ્સે તો ભાગ્યે જ, ભાગ્યે જ થાય. બહાર ગયા હોઈએ ત્યારે પણ અન્ય આગળ અમારું માન જાળવે, સાથે રાખે, પ્રેમથી સાચવે. ખરેખર સ્નેહમૂર્તિ!

બાપુજીએ અમારી સમક્ષ પરિવાર-પ્રેમનો આદર્શ રાખ્યો. ગૃહસ્થ જીવનનો આદર્શ રાખ્યો. બાળ-ઉછેરનાં ઉત્તમ તત્ત્વો અમને શીખવ્યાં. આ આદર્શો, આ તત્ત્વો અમારા માટે સદાયે પ્રેરક બની રહ્યાં.

મારી કોલેજ કારકિર્દી હજી પાંગરતી હતી અને અમારા પર વજ્રાઘાત થયો. એક ટૂંકી માંદગીમાં બાપુજીએ જીવનલીલા સંકેલી લીધી. ધૂપસળીની માફક જીવન જીવી બાપુજી સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમણે પ્રસરાવેલી સુગંધ આજેય અમારા જીવનને સુરભિત કરે છે. તેમના આશીર્વાદ અમને વિપદામાં પણ હૂંફ આપે છે.


______________________________________________________________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com