Showing posts with label Gujarati Kavita. Show all posts
Showing posts with label Gujarati Kavita. Show all posts

Tuesday, July 21, 2009

કોશિશ તો કરો..

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;

સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;

હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .

જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;

પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો.

____________________________________________________________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

અમોને એક છોકરી ગમે છે !

ધંધો ન કોઇ ગમતો, ના નોકરી ગમે છે,
કે જ્યારથી, અમોને એક છોકરી ગમે છે !

એનો જ એક ચહેરો ઘૂમ્યાં કરે મગજમાં,
ના ઘર મને ગમે છે, ના ઓસરી ગમે છે !

ટી શર્ટ, જીન્સ પહેરેલી, બહેનપણીઓ વચ્ચે -
પંજાબી ડ્રેસ સાદો, ને ઓઢણી ગમે છે.

બાબત એ ગૌણ છે કે, એમાં લખેલ શું છે,
રાખે ગુલાબ જેમાં, એ ચોપડી ગમે છે.

સખીઓની સંગ જ્યારે એ ખાય શીંગ ખારી,
ફેંકે છે જે અદાથી, એ ફોતરી ગમે છે.

________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com

Tuesday, July 7, 2009

એક નાનકડા ટાપુ ઉપર એકલો....

image courtesy : movie - 'cast away'
એકલો એકલો મનમાં મૂંઝાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
આ કિનારાના પાણીમાં છલકાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
ટેવવશ રોજ સૂરજ તો ઉગ્યા કરે,
જળસપાટી ઉપર તડકો થરકયા કરે.
મારી પરછાઇંને હું જ દેખાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
માછલી રેતમાં તરફડે છે સતત,
માથે પક્ષીઓ ટોળે વળે છે સતત.
નાળિયેરી ય જોયા કરે (જોઉ છું),
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
ખારા પાણીની ખારાશ વ્યાપી ગઈ,
રુંવે-રુંવે મને લીલ બાઝી ગઈ.
કાંચળી જેમ જાણે ઉતરડાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
વાવાઝોડું અહીં રોજ ફૂંકાય છે,
એના સુસવાટા શ્વાસોમાં પડઘાય છે.
એમ લાગે કે હું યે ઊડી જાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
સર્વ શબ્દો ભરેલાં વહાણો ડૂબ્યાં,
છેક તળિયે જઈ કયાંક ખૂંપી ગયાં.
રોજ કાંઠા ઉપર શોધવા જાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
આ ગઝલનું હલેસું ખભે ઊચકી,
રોજ આદિલ ફરું છું બધે ઊચકી.
ગણગણું છું મનોમન સતત ગાઉ છું,
એક નાનકડા ટાપુ ઉપર એકલો.
- Adil Mansuri

_____________________________________________________________
visit us for grpahics / web / animation related services :
www.rajdesigns.com

- Thank You,
Ritesh Nathwani
(Admin. Head) Raj Designs - Jamnagar. (Gujarat)
rajdesigns@gmail.com